Gujarati Vyakaran AksharMel Chhand For Government Job
છંદસૌ પ્રથમ તો છંદ ના પાયાનો અભ્યાસ આપણા માટે અત્યંત જરૂરી બની જાય છે, અને તે છે લઘુ-ગુરુ ગણની વ્યવસ્થા કઈ રીતે હોય છે.
તે વ્યવસ્થા યાદ રાખવા માટે એક સૂત્ર બનાવવમાં આવેલ છે. "યમાતારાજભાનસલગા" જે આગળ ખુબ ઉપયોગી પુરવાર થશે.
નોંધ : અક્ષરમેળ છંદ માં ઉપર મુજબની ગણ વ્યવસ્થા ઉપયોગી બને છે, જયારે માત્રામેળ છંદમાં ગણ ની રચના જોવામાં આવતી નથી.
છંદ મુખ્યત્વે બે પ્રકારના હોય છે.
- અક્ષરમેળ છંદ
- માત્રામેળ છંદ
આ છંદ ને ઓળખવા માટે નીચે મુજબના નિયમો હોય છે.
- કાવ્યની પંક્તિઓના અક્ષરોની ગણતરી કરવી પડે છે.
- લઘુ-ગુરુ અક્ષરોની ચોક્કસ સંખ્યા નક્કી કરી ગણરચના કરવામાં આવે છે.
- કાવ્યમાં દરેક પંક્તિમાં અક્ષરોની સંખ્યા નક્કી હોય છે.
લઘુની નિશાની "U" છે.
ગુરુની નિશાની "_" છે.
લઘુ ની વ્યાખ્યા: જેમાં(વ્યંજનમાં) રહેલો સ્વર હ્રસ્વ હોય તેને લઘુ અક્ષર કહેવાય છે.
ઉદાહરણ :અ, ઈ, ઉ, અને રૂ વગેરેગુરુ ની વ્યાખ્યા: જેમાં(વ્યંજનમાં) રહેલો સ્વર દીર્ઘ હોય તેને ગુરુ કહેવાય છે.
ઉદાહરણ: આ, ઈ, ઊ વગેરે
1. શિખરિણી છંદ
અક્ષર : 17
બંધારણ : ય મ ન સ ભ લ ગા
યતી : 6 અને 12 અક્ષરે
ઉદાહરણો :
-મને એ ચક્ષુમાં પ્રભુ !`જગત તીથોત્તમ મળ્યું
-અરે મારી ભોળી શિશુકે કવિતાને હજી નથી.
લડો પાપી સામે વિમલ દિલના ગુપ્ત બળથી
-બપોરી વેળાનું હરિતવારણુ ખેતર ચડ્યું
2. મંદાક્રાંતા છંદ
અક્ષર : 17
બંધારણ :મ ભ ન ત ત ગા ગા
યતી :4, 10 અક્ષરે
ઉદાહરણો :
-બેસી ખાતે પિયરઘરમાં જિંદગી જોઈ સારી
-ધીમે ઉઠી સહિતીલ કારણે નેત્રની પાસ રાખી।
-વિશ્વે વ્યાપે વિમલ વિપુલ તેજના પુંજા ત્હારા
-દાદી વાંકી, રસિક કરતી ગોષ્ઠથી બાલ રાજી
3. પૃથ્વી છંદ
અક્ષર : 17
બંધારણ : જ સ જ સ ય લ ગા
યતી : 8 કે 9 અક્ષરે
ઉદાહરણો :
ઘડી બે ઘડી જે મળી નયનવારી થંભો જરા
નહિ સ્વજન તે બધાં, સ્વજન એકલી તું હતી.
મને શિશુ તણી ગમે સરળ શ્રુષ્ટિ સ્નેહભરી
4. શાર્દૂલવિક્રીડિત છંદ
અક્ષર : 19
બંધારણ :મ સ જ સ ત ત ગા
યતી :7, 12 અક્ષરે
ઉદાહરણો :
-ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો.
-ઉગે છે નભસૂર્ય ગાઢ જગના અંધારને ભેદવા
-તેના સેવનકાજ સંગ વસવા મારે જવું સર્વથા
5. સગધરા છંદ
અક્ષર : 21
બંધારણ : મ ર ભ ન ય ય ય
યતી : 7, 14 અક્ષરે
ઉદાહરણો:
-દેવોને માનવોના મધુમિલન તણાં થાન સંકેત જેવો
-ઉઠી વહેલા પ્રભાતે ઝટ ઘરવખરી ગોઠવે વળી
-ઓચિંતો આભ ફાળે-લસલસ વીજળી જીભ ઝૂલંત ડાચું।
6. શાલિની છંદ
અક્ષર : 11
બંધારણ : મ ન ત ગા ગા
ઉદાહરણ :
દીઠા તેણે વૃંદ યોગીશ્વરોના, દીઠા તેણે વૃંદ ત્યાં કામિનીના
7. ઇન્દ્રવજ્રા
અક્ષર : 11
બંધારણ : ત ત જ ગા ગા
ઉદાહરણો :
-દીઠો તને હંસની હરે માંહે, દીઠો અષાઢી જલધાર માંહે
8. ઉપેન્દ્રવજ્રા
અક્ષર : 11
બંધારણ : જ ત જ ગા ગા
ઉદાહરણો :
અગાતા તાગ્યો લાવણામ્બુરાશી, મનુષ્યના અંતરનો જગતતણો
9. વંશસ્થ
અક્ષર : 12
બંધારણ : જ ત જ ર
ઉદાહરણો :
ત્રિકાળનું જ્ઞાન હતું કુમારને, નજીક આંખે નીરખે થનારને
10. ઈન્દ્રવંશા
અક્ષર : 12
બંધારણ : ત ત જ ર
ઉદાહરણો :
-લજજાનમેલુ નિજ મંદ પોપચું
11. ઉપેન્દ્રવજ્રા
અક્ષર : 12
બંધારણ : ન ભ ભ ર
ઉદાહરણો :
જીવનમાં ઝબકાર કરે જ જે, હૃદયમાં બલ હે વિભુ ! પૂરજે
શિશુસમાન ગણી સહદેવને, ખબર આ કંઈયે ન કાર્ય હતા.
12. ત્રોટક
અક્ષર : 12
બંધારણ : સ સ સ સ
ઉદાહરણો:
પ્રભુ, જીવન દે, હજી જીવન દે !
પ્રભુ, જિંદગી પુણ્ય વિના ગઈ છે, પણ ક્યાં તું જ એ કરુણા ગઈ છે ?
13. ભુજંગી
અક્ષર : 12
બંધારણ : ય ય ય ય
ઉદાહરણો :
મીઠી કેળ-શી શેલડી તો ખવાશે, દીઠી છે ટૂંકી વાટ જલ્દી જવાશે
14. વસંતતિલકા
અક્ષર : 14
બંધારણ : ત ભ જ જ ગા ગા
ઉદાહરણો :
છે માનવજીવનની ઘટમાળ એવી, દુઃખપ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી
ટોળે વળી મુખ વિકાસી ઉભા રહીને, તે અશ્વને કુતુહલે સહુ બાલ જોતા !
15. માલિની
અક્ષર : 15
બંધારણ : ન ન મ ય ય
ઉદાહરણો :
સરળ હ્ર્દયે ઈચ્છે પાપીને પ્રેમ પાવા
16. હરિણી
અક્ષર : 17
બંધારણ : ન સ મ ર સ લ ગા
ઉદાહરણો:
દિન દિન જતા માસો વીત્યા અને વરસો વહ્યા।
નગરજનને સંબધીયે વ્યથા વીસરી શક્યા
17. મનહર
અક્ષર : 31
બંધારણ : 8, 8, 8, 7 અક્ષરો
યતી :8, 16 અને 24 અક્ષરે
ઉદાહરણો :
ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા,
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે.
18. અનુષ્ટુપ
અક્ષર : ચાર પંક્તિમાં કુલ 8,8,8,8 અક્ષરો
બંધારણ : પહેલા અને ત્રીજા ચરણમાં પાંચમો, છઠ્ઠો અને સાતમો અક્ષર અનુક્રમે (યમાતા) હોય છે.
બીજા અને ચોથા ચરણમાં પાંચમો, છઠ્ઠો અને સાતમો અક્ષર અનુક્રમે (જભાન ) હોય છે.
ઉદાહરણો:
તંબૂરે ટાર તૂટ્યા છે, તૂટ્યો તંબૂર આજ છે,
મૃત્યુના તીવ્ર સુત્રોથી ઘેરાતી આજ સાંજ છે.
જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે,
ઘસીને જાતને સંતો અન્યને સુખિયા કરે.
Comments
Post a Comment