અર્થાલંકાર શબ્દ પરથી જ તેની વ્યાખ્યા આપણને મળી જાય છે, કે જે અલંકારમાં અર્થ દ્વારા ચમત્કૃતિ સાધવામાં આવે તેને અર્થાલંકાર કહે છે. ખાસ નોંધ : આપણે શબ્દાલંકાર માં જોઈ ગયા કે તેમાં શબ્દો દ્વારા અલંકાર ઓળખવાના હતા, પરંતુ અહીંયા અર્થ દ્વારા જ અલંકાર ઓળખવામાં આવે છે. અર્થાલંકારમાં શબ્દનું નહિ પરંતુ અર્થનું મહત્વ વધારે હોય છે. તેટલા માટે જ તેને અર્થાલંકાર કહે છે. ઉપયોગી શબ્દો ઉપમેય : જે કોઈ પણ વસ્તુ, પદાર્થ કે કોઈ પણ વ્યક્તિને સરખાવવામાં આવે તેને ઉપમેય કહે છે. ઉપમાન : જે કોઈ પણ વસ્તુ, પદાર્થ કે વ્યક્તિ સાથે સરખાવવામાં આવે ત્યારે તેને ઉપમેય કહે છે. અર્થાલંકારના પ્રકાર ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા અનન્વય વ્યતિરેક વ્યાજસ્તુતિ સજીવારોપણ અપનહનુતિ અતિશયોક્તિ દ્રષ્ટાંત અર્થાતરન્યાસ સ્વભાવોક્તિ અન્યોક્તિ વિરોધાભાસ ઉપમા અલંકાર વ્યાખ્યા : જે વાક્યમાં ઉપમેય ની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. ઉદાહરણો દમયંતીનું મુખ ચંદ્ર સમાન છે. પગલું લાંક ...
Comments
Post a Comment