Skip to main content

SAMAS IN GUJARATI GRAMMAR

Samas In Gujarati Grammar PDF, Previously Asked Question Answers In Government Exams Related To Samas Gujarati Grammar.

સમાસ એટલે શું

સૌ પ્રથમ તો જે પણ લોકો સરકારી નોકરી માટેની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ ટોપીક ખુબ જ અગત્યનો છે. સાથે-સાથે સેહલો પણ છે. માત્ર થોડીક જ તૈયારી કરીને તમે આ ટોપિક ઉપર તમારી પકડ મજબૂત કરી શકો છો.
સૌ પ્રથમ તો આપણે જાણવું પડે કે સમાસ નું અસ્તિત્વ શા માટે છે ? સમાસ એટલે ખરેખર થાય છે શું ?
સમાસ ના અસ્તિત્વ પાછળ એક મુખ્ય કારણ એ છે કે આપણી ગુજરાતી ભાષામાં લખાણને ટૂંકું અને સચોટ બનાવવા માટે જ આપણે સમાસનો ઉપયોગ કરીયે છીએ.
  • સમાસની પરિભાષા શું છે ?
બે કે તેનાથી વધારે શબ્દો (જે શબ્દ પર અર્થનો આધાર હોય) જોડાઈને જયારે એક આખો શબ્દ બનાવે ત્યારે તેને સમાસ કહેવાય છે.

સમાસ બે પદથી બને છે.
1. પૂર્વપદ 2. ઉત્તરપદ
  • -પૂર્વપદ :- પ્રથમ પદને પૂર્વપદ કહેવાય છે.
  • -ઉત્તરપદ :- બીજા પદને ઉત્તરપદ કહેવાય છે.
પદ ના આધારે સમાસના ત્રણ પ્રકાર છે.
  1. સર્વપદ પ્રધાન સમાસ
  2. એકપદ પ્રધાન સમાસ
  3. અન્યપદ પ્રધાન સમાસ
-સર્વપદ પ્રધાન સમાસ
જયારે સમાસના બંને પદો વાક્યની સાથે સીધો, સ્વતંત્ર સંબંધ ધરાવતા હોય સાથે સાથે બંને પદ મુખ્ય હોય ત્યારે તેને સર્વપદ પ્રધાન કહેવાય છે.

દા. ત.: માતા-પિતા, ફાગણ-ચૈત્ર, સુખ:દુઃખ

ખાસ નોંધ: સમાસના બંને પદો દ્વારા અલગ અલગ વાક્યો બનવા જોઈએ તો જ તેને સર્વપદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે. જેમ કે,

1. નયનાબેન નીલેશની માતાનું નામ છે.
2. બાબુભાઇ નીલેશના પપ્પાનું નામ છે.

- એકપદ પ્રધાન સમાસ
 જયારે સમાસનું એક પદ વાક્ય સાથે સીધો, સ્વતંત્ર સંબંધ ધરાવે અને બીજું પેડ અન્ય પદને આધારે ગૌણ પદ  હોય ત્યારે તેને એકપદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે.
દા. ત. : મહાપુરુષ
અહીંયા મહા ગૌણ પદ છે, જયારે પુરુષ મુખ્ય પદ  છે.

-અન્યપદ પ્રધાન સમાસ
જયારે એકેય પદ વાક્ય સાથે સ્વતંત્ર, સીધો અર્થ ધરાવતું નથી પરંતુ સમસ્ત પદ વાક્યના અન્ય પદને આધારે રહેલું ગૌણ પદ હોય ત્યારે તેને અન્યપદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે.
દા. ત.: મુશળધાર
જો મુશળ અને ધાર બંને પદોને અલગ કરવામાં આવે તો બેમાંથી એક પણ પદ દ્વારા વાક્ય બનાવી શકાય નહિ. પરંતુ બંને પદો એક સાથે જોડીને ઉપયોગ કરીયે તો વાક્ય બની શકે.

જેમ કે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.
  • દ્વંદ્વ સમાસ
વ્યાખ્યા: બે કે તેથી વધુ સમાન મોભો ધરાવતાં હોય તેવાં પદોના બનેલા સમાસને દ્વંદ્વ સમાસ કહે છે.

આ સામનો વિગ્રહ 'અને', 'કે', 'અથવા' જેવા સંયોજકો વડે થાય છે.

ઉદાહરણો :
માતાપિતા         : માતા અને પિતા
હારજીત             : હાર કે જીત
ટેબલખુરશી       : ટેબલ અને ખુરશી
તડકોછાંયો         : તડકો અને છાંયો

  • તત્પુરૂષ સમાસ

આ સમાસ એકપદપ્રધાન સમાસ છે. કારણ કે તત્પુરુષ સમાસમાં પૂર્વપદ ગૌણ અને ઉત્તરપદ પ્રધાન હોય છે.

વ્યાખ્યા : જયારે સમાસનાં બંને પદો વિભક્તિનાં પ્રત્યયોથી છુટા પડે ત્યારે તત્પુરૂષ સમાસ બને છે.

વિભક્તિના પ્ર્તયયો: એ, ને, થી, માં, નો, ની, નું, નાં, જેવા પ્રત્યયો

ઉદાહરણો :
દેશભક્તિ        : દેશની ભક્તિ
ધર્મશ્રદ્ધા          : ધર્મમાં શ્રદ્ધા
સ્નેહભર્યા         : સ્નેહથી ભર્યા
રાષ્ટ્ર ધ્વજ         : રાષ્ટ્રનો ધ્વજ
કાનૂનભંગ        : કાનૂનનો ભંગ

  • મધ્યમપદલોપી સમાસ

વ્યાખ્યા : જે સમાસનો વિગ્રહ કરતી વખતે વચ્ચેના પદને ઉમેરવું પડે ત્યારે માધ્યમપદલોપી સમાસ બને છે. સીધો અર્થ એમ થાય કે વચ્ચેના પદનો લોપ થયેલો હોય.

ઉદાહરણો:
મીણબત્તી        : મીણ વડે બનાવેલી બત્તી
હિમડુંગર         : હિમ વડે બનેલો ડુંગર
સહનશક્તિ     : સહન કરવા માટેની શક્તિ
બગલથેલો       : બગલમાં રાખવાનો થેલો
શિક્ષાવચન      : શિક્ષા માટે કરવામાં આવેલું વચન
જીવનયાત્રા      : જીવન માટેની યાત્રા

  • કર્મધારય સમાસ

આ સમાસ એકપદપ્રધાન છે.
વ્યાખ્યા : જે સમાસનાં ઉત્તરપદ અને પૂર્વપદ વિશેષણ-વિશેષ્ય સંબંધથી જોડાયેલા હોય તેને કર્મધારય સમાસ કહેવામાં આવે છે.
પૂર્વપદ       : વિશેષણ
ઉત્તરપદ     : વિશેષ્ય

ઉદાહરણો:
નરસિંહ        : નરરૂપી સિંહ
મહાદેવ        : મહાન દેવ
વાયુવેગ        : વાયુરૂપી વેગ
સમભાવ       : સમાન ભાવ
હાશ્યબાણ   : હાશ્ય રૂપી બાણ
જીવન જળ   : જીવનરૂપી જળ

  • ઉપપદ સમાસ

આ સમાસ એકપદપ્રધાન સમાસ છે.
વ્યાખ્યા : જે સમાસનું ઉત્તરપદ ક્રિયાધાતુ દર્શાવતું હોય અને બંને વચ્ચે વિભક્તિનો સંબંધ હોય ત્યારે તેને ઉપપદ સમાસ કહેવાય છે.
અગત્યની સૂચના : આ સમાસના બંને પદો અન્યપદના વિશેષણ તરીકે આવે છે.

ઉદાહરણો :
નર્મદા           : નર્મને આપનાર
માર્ગદર્શક     : માર્ગને દર્શાવનાર
ગિરિધર        : ગીરીને ધારણ કરનાર
અન્નપૂર્ણા      : અન્નને પૂર્ણ કરનાર
મનોહારી      : મનને હરાવનાર

  • બહુવ્રીહિ સમાસ

આ સમાસ અન્યપદ પ્રધાન સમાસ છે.
વ્યાખ્યા: જયારે સમાસના બંને પદો વચ્ચે વિશેષણ-વિશેષ્ય સંબંધ હોય. ઉપનામ-ઉપમેય સંબંધ હોય અથવા પરસ્પર વિભક્તિ સંબંધ હોય અને તેનાથી બનેલું સામાસિક પદ અન્ય પદના વિશેષણ તરીકે વપરાતું હોય ત્યારે બહુવ્રીહિ સમાસ બને છે.

વિગ્રહ કરીયે ત્યારે, જેનો, જેની, જેનું, જેના, જેમાં, જે, જેને, જેનાથી, જેના વડે, જેના માટે, જેમાંથી, જેવા સર્વનામો વપરાય છે.

ઉદાહરણો :
દીર્ઘદ્રષ્ટિ      : જેની દ્રષ્ટિ દીર્ઘ છે તે
ગજાનન      : જેનું મુખ ગજ જેવું છે તે
વૃકોદરઃ       : જેનું ઉદાર વૃક જેવું છે તે
કૃતાર્થ         : કૃત છે જેનો અર્થ તે
બહુવ્રીહિ    : બહુ છે વ્રિહી જેના તે
અભેદ         : જેને ભેદી ન શકાય તે
  • અવ્યવિભાવ સમાસ
વ્યાખ્યા: જે સમાસનાં પ્રથમપદમાં અવ્યવ આવતાં હોય તથા તેની અસર સમગ્ર સમાસનાં પદ ઉપર થતી હોય ત્યારે તેવા સમાસને અવ્યવિભાવ સમાસ કહેવાય છે.

ઉદાહરણો :
પ્રતિક્ષણ : દરેક ક્ષણે
સવિનય : વિનય સાથે
યથાપૂર્વ : પહેલા પ્રમાણે
પ્રતિદિન : દરરોજ
પ્રત્યક્ષ : નજર સામે
અધોમુખ : મુખ નીચું રાખીને

Comments

  1. Replies
    1. ઉત્સવ ઘેલા કયા સમાસ મા આવે છે

      Delete
    2. ઉત્સવ થી ઘેલો તૃતીયા તત્પુરુશ

      Delete
    3. અનાથ કી સમાસ માં આવે છે?

      Delete
  2. મહારાજ નો સમાસ

    ReplyDelete
    Replies
    1. માધ્યમપદલોપી સમાસ

      Delete
    2. Maharaj etle karmadhari

      Delete
  3. Vrundavan no samas ?

    ReplyDelete
  4. Lagnavidhi no samas
    Sonurupu no samas
    Jivrakhu no saman

    ReplyDelete
  5. Replies
    1. દેવોના દુત- દેવદૂત -- તત્પુરુષ સમાસ

      Delete
  6. જશોદા અને ચંદનદાળ નો સમાસ શું થાય

    ReplyDelete
  7. jashoda
    chandandar

    pls send me samas type

    pls send me reply

    ReplyDelete
  8. Replies
    1. રણને છોડીને જનાર
      ઉપપદ સમાસ

      Delete
  9. It's very nice👍🏻. The language is quite easy to understand the samas🙂👌🏻.

    ReplyDelete
  10. 😃 આ ઉપરાંત અન્ય સમાસ
    છે

    ReplyDelete
  11. Trinetra kyo samash thay tamare to aavyo nai dvigu samash

    ReplyDelete
  12. Navdampati no kayo samas aavse??

    ReplyDelete
  13. યુધિષ્ઠિર નો સમાસ કયો થાય

    ReplyDelete
  14. Ni:shastr no samas

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Gujarati Grammar Alankar-Arthalankar For Government Job

અર્થાલંકાર શબ્દ પરથી જ તેની વ્યાખ્યા આપણને મળી જાય છે, કે જે અલંકારમાં અર્થ દ્વારા ચમત્કૃતિ સાધવામાં આવે તેને  અર્થાલંકાર  કહે છે. ખાસ નોંધ :  આપણે શબ્દાલંકાર માં જોઈ ગયા કે તેમાં શબ્દો દ્વારા અલંકાર ઓળખવાના હતા, પરંતુ અહીંયા અર્થ દ્વારા જ અલંકાર ઓળખવામાં આવે છે. અર્થાલંકારમાં  શબ્દનું નહિ પરંતુ અર્થનું મહત્વ વધારે હોય છે. તેટલા માટે જ તેને અર્થાલંકાર કહે છે. ઉપયોગી શબ્દો ઉપમેય :  જે કોઈ પણ વસ્તુ, પદાર્થ કે કોઈ પણ વ્યક્તિને સરખાવવામાં આવે તેને ઉપમેય કહે છે. ઉપમાન :  જે કોઈ પણ વસ્તુ, પદાર્થ કે વ્યક્તિ સાથે સરખાવવામાં આવે ત્યારે તેને ઉપમેય કહે છે. અર્થાલંકારના પ્રકાર ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા અનન્વય  વ્યતિરેક વ્યાજસ્તુતિ  સજીવારોપણ  અપનહનુતિ અતિશયોક્તિ  દ્રષ્ટાંત અર્થાતરન્યાસ  સ્વભાવોક્તિ  અન્યોક્તિ  વિરોધાભાસ   ઉપમા અલંકાર  વ્યાખ્યા :  જે વાક્યમાં ઉપમેય ની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. ઉદાહરણો દમયંતીનું મુખ ચંદ્ર  સમાન  છે. પગલું લાંક ...

Gujarati Grammar(Vyakaran) Shabd Samuh Mate Ek Shabd In Gujarati

Gujarati Grammar(Vyakaran) Shabd Samuh Mate Ek Shabd In Gujarati. Hello Dear Aspirants, Hope You Are Preparing Well. You All Knows That Gujarat Government Is Taking So Many Exams For Government Job. In So Many Formats But They Kept Common Subject In Every Exam Like Gujarati Grammar. And Here Today We Are Going To Help You To Study Well And Prepare Well. Gujarati Grammar Has So Many Topics We Will Try To Cover In Detail Every Topic. Today We Come Up With Most Easy And Scoring Subject In Gujarati Grammar Is "Shabd Samuh Mate Ek Shabd In Gujarati". You All Might Be Ignoring This "Shabd Samuh Mate EK Shabd In Gujarati" In Your Exam. But Dear Students If You Want To Score Well In Exam Then You Must Have To Read Every Topic In Gujarati Grammar. This One Is Most Easy And Scoring Subject. So Lets Start "Shabd Samuh Mate Ek Shabd In Gujarati" In Detail. ક ઉપરથી કરેલા ઉપકારને જાણકાર : કૃતજ્ઞ કુરાનના વાક્યો : આયાત કલંક વિનાનું : નિષ્કલંક કન્ય...