Gujarati Kahevat With Meaning PDF Download for Government Job.
Here You Will Learn Most Famous Gujarati Kahevat With Meaning In Gujarati.
This Material Is Useful For All Type of Government Jobs Like Talati Mantri, GPSC, Binsachivalay, TAT, GPSSB, GSSSB
We Are Trying To Provide You Best Gujarati Grammar (Vyakaran) That Is Gujarati Kahevat With Meaning In Detail For All Your Need In Government Job Preparation.
We Have Specially Categorized Every "Gujarati Kahevat" Based on Consonant. So That You Can Learn Very Easily. We Will Update This Gujarati Kahevat With Meaning, When We Get More Material On This.
So Students Keep Coming For Every Detail On Gujarati Grammar Kahevat With Explanation In Detail
This Material Is Useful For All Type of Government Jobs Like Talati Mantri, GPSC, Binsachivalay, TAT, GPSSB, GSSSB
We Are Trying To Provide You Best Gujarati Grammar (Vyakaran) That Is Gujarati Kahevat With Meaning In Detail For All Your Need In Government Job Preparation.
We Have Specially Categorized Every "Gujarati Kahevat" Based on Consonant. So That You Can Learn Very Easily. We Will Update This Gujarati Kahevat With Meaning, When We Get More Material On This.
So Students Keep Coming For Every Detail On Gujarati Grammar Kahevat With Explanation In Detail
"અ" પરથી
- અણી ચુક્યો સો વર્ષ જીવે : એક વખત નિષ્ફળ કે આફતમાંથી ઉગારી જનાર સફળતાની પરંપરાનો લાભ મેળવે છે.
- અગ્નિને ઉધઈ ન લાગે : અગ્નિની જેમ જે પણ શુદ્ધ હોય તેમને ડાઘ લાગતો નથી
- એક પંથ ડો કાજ : એક જ વસ્તુથી ઘણા કામ થાય
- આડે લાકડે આડો વેર : ખરાબ માણસ સાથે ખરાબ થવું
- આપ ભલા તો જગ ભલા : આપણે સારા તો બીજા બધા પણ સારા
- એકડા વગરના મીંડા થવા : કિમંત વગરનું થવું
- એકલ દોકલના અલા બેલી : જેને કોઈ સથવારો ના હોય તેનો સથવારો ઈશ્વર કરે છે
- એક હજારાને સોએ બિચારા : એક મરદ હોય તો હજાર વ્યક્તિને પણ પહોંચે છે
- એક જાળમાં સો સાપ દેખ્યા : હાંકતી મોટી ગપ જેવી વાત કરવી
- એક ચિનગારી વન બાળે : માત્ર એક નજીવી બાબત સર્વનાશ નોતરી શકે
- અધૂરો ઘડો છલકાય ઘણો : ઓછી આવડત હોય તે દેખાવ વધારે કરે
- આંખનું આંજણ ગાલે ઘસ્યું : અજ્ઞાન હોવાને લીધે અયોગ્ય પ્રવૃત્તિ થઈ
- આડે લાકડે આડો વહેર : ખરાબ માણસ સાથે ખરાબ થવું
- ઓળખાણ મોટી ખાણ છે : ઓળખાણ હંમેશા લાભદાયી નીવડે છે
- આંગળા ચાટે પેટ ના ભરાય : ખોટી વાતો કરવાથી પેટ ભરાતું નથી
- કાંકરે કાંકરે પાળ બંધાય : થોડું થોડું કરતા મોટું કામ પણ પાર પડે
- કોલસાની દલાલીમાં હાથ કાળા : દુર્જન સાથે કામ પડવાથી કલંક લાગે
- કામ કાર્ય તેને કામણ કર્યા : કામ કરનાર સૌને પ્રિય લાગે
- કુવામાં હોય તો હવાડામાં આવે : મૂળમાં હોય તો જ બહાર આવે
- ખાતર ઉપર દિવેલ : ખર્ચ ઉપર વધુ ખર્ચ
- ખાડો ખોદે તે પડે : કોઈનું બૂરું કરવા મથનાર પોતાનુંજ ખરાબ થાય
- ગરજ સરી એટલે વૈદ વેરી : સ્વાર્થ પૂરો થતા સંબંધ ન રાખનારી વ્યક્તિ
- ઘરકી મૂરગી દળ બરાબર : ઘરની વ્યક્તિની કોઈ કદર થતી નથી
- ઘેર ઘેર માટીના ચૂલા : દરેક ઘરની પરિસ્થિતિ સરખી હોવી
- ઘી ઢોળાય તોય ખીચડીમાં જ : જો લાભ થાય તોય પોતાનો જ થાય
- ચોરનો ભાઈ ઘંટી ચોર : બંને સરખા
- છાસ લેવા જવું ને દોણી સંતાડવી : કામ કરવું અને શરમ પણ રાખવી
- છાણના દેવને કપાસિયાની આંખો : જેવો માણસ તેવો વ્યવહાર તેની સાથે કરવો
- જાગ્યા ત્યાંથી સવાર : દોષ સમજાય એટલે તરત છોડવો
- જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ : જેવા પોતે હોય તેવા જ બીજા લાગે
- જમવામાં જગલોને કુટવામાં ભગલો : મહેનત બીજું કરે અને ફળ બીજો કોઈ મેળવે
- જગતાની પાડી ને સૂતેલાનો પાડો : જાગતા માણસને બીજા કરતા વધુ લાભ થાય છે
- જર, જમીનને જોરૂ, - ત્રણે કજિયાના છોરું : પૈસો, જમીન અને સ્ત્રી ઝઘડાનું કારણ બને છે
- ઝાઝા હાથ રળિયામણા : વધારે માણસો હોય તો કામ જલ્દી અને સારું થાય
- ઝાઝી કીડીઓ સાપને તાણે : ઓછા બળવાન પણ સંખ્યા વધારે હોય તો વધુ બાલવાનને ફાવે
- ટકે શેર ભાજી, ટકે શેર ખાજા : સારું નરસુ સૌ સરખા
- ડુંગર દૂરથી રળિયામણા : દૂરથી બધું જ સરખું દેખાય
- ડાંગે માર્યા પાણી જુદા નો પડે : એક લોહીવાળામાં જલ્દીથી કુસંપ ના કરાવી શકાય
- ડૂબતો માણસ તરણું પકડે : હતાશ થયેલો માણસ ક્ષુલ્લકનો આધાર લે
- દુઃખનું ઓસડ દહાડા : સમય પસાર થતા દુઃખની માત્ર ઘટતી જાય
- દુકાળમાં અધિક માસ : મુશ્કેલીમાં વધારો થવો
- દિવા પાછળ અંધારું : જાણીતા અને વ્યસ્થિત વ્યક્તિના મરણ પછી નમાલો માણસ ના લીધે ફેલાતી અંધાધૂંધી
- ધીરજના ફળ મીઠા : ધીરજ રાખવાથી અનેક લાભ થાય
- ધોબીનો કૂતરો ના ઘરનો ન ઘાટનો : બંને પક્ષને પ્રસન્ન રાખનાર નિષ્ફળ જાય છે
- નાચવું નહિ ત્યારે આંગણું વાંકુ : કામ ન કરવું હોય ત્યારે ખોટું બહાનું બતાવવું
- નામ મોટાને દર્શન ખોટા : બહારથી પ્રતિષ્ઠિત પણ અંદરથી દોષોથી ભરેલું
- નેવાના પાણી મોભે ન ચઢે : અશક્ય વસ્તુ શક્ય ન બને
- પહેલું સુખ તે જાતે નર્યા : તંદુરસ્તી એ પ્રથમ સુખ છે
- પાડાના વાંકે પખાલીને ડામ : એકને વાંકે બીજાને સજા
- પાણી વલોવ્યે માખણ ન નીકળે : વ્યર્થ મહેનત કરવી
- પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય : સ્વભાવ બદલવો મુશ્કેલ
- પગ જોઈને પછેડી તણાય : આવક મુજબ ખર્ચ કરવા
- બળિયાના બે ભાગ : બળવાન માણસ બળના કારણે હમેશા વધુ લઇ જાય
- બાર ભૈયા અને તેર ચૌકા : જૂથ નાનું પણ મતભેદ ઘણા
- બકરું કાઢતા ઊંટ પેસે : નાનું વિઘ્ન કાઢતા મોટું વિઘ્ન આવે
- બાવાના બેય બગડ્યા : બંને બાજુથી પસ્તાવું તે
- બે હાથ વિના તાળી વાગે નહિ : એકતા હોય તો જ કાર્ય સફળ થાય
- બાર હાથનું ચીભડું તેર હાથનું બી : અશક્ય વાત હોવી
- બોલે તેના બોર વેચાય : કહ્યા વિના કોઈ પણ ના જાણી શકે
- ભણ્યો ભૂલે ને તારો ડૂબે : સમર્થ વ્યક્તિ પણ થાપ ખાઈ જાય
- ભાવતું હતુંને વૈદે કહ્યું : પોતાને ગમતું હોય અને હિતકારી તે જ કરવાનું કહે
- ભાત મેલિયે પણ સાથ ન મેલીએ : મિત્રતા દુઃખ વેઠીને પણ નિભાવવી
- ભસતો કૂતરો ભાગ્યેજ કરડે : લાંબી વાતો કરનારથી કઈ થતું નથી
- ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ : પોતાની પડતી અવસ્થામાં પણ આબરૂ સાચવવી
- મારે તેની તલવાર : સાધનોનો ઉપયોગ કરે તેનું સાધન ગણાય
- મીઠા ઝાડના મૂળ ના ખોદાય : કોઈની ઉદારતાનો લાભ ના લેવાય
- મુખમાં રામ ને બગલમાં છૂરી : દેખાવે સારું પણ દિલથી કપટી
- મોસાળે જમણને માં પીરસનારી : સર્વ પ્રકારની અનુકૂળતા હોવી
- મોરના ઈંડા ચીતરવા ન પડે : સાચી વસ્તુને જાહેરાતની જરૂર નથી
- માથા કરતા પાઘડી મોટી : ગજા બહારનું કામ કે જવાબદારી નિભાવવી
- મન હોય તો માળવે જવાય : જો અંદર દ્રઢ ઈચ્છા શક્તિ હોય તો કઈ પણ પ્રાપ્ત કરી શકાય
- મરણમાં રાજીયાને વિવાહમાં ધોળ : જેવો પ્રસંગ હોય તેવું વર્તન કરાય
- રજનું ગજ કરવું : નાની વાતને મોટું સ્વરૂપ આપવું
- રાત થોડી ને વેશ ઝાઝા : સમય ઓછો ને કામ ઘણા
- રોકડા કરતા વ્યાજ વહાલું : પૌત્રો પ્રત્યે ખુબજ પ્રેમ રાખવો
- રાંટી ઘોડિયે પલાણ માંડી : હલકી વસ્તુથી કામ ચલાવવું
- લીલા વનમાં સુડા ઘણા : લાભ દેખાય ત્યાં ઘણા દોડી જાય
- લોભે લક્ષણ જાય : લોભ કરવાથી નુક્શાન થાય
- લોકની લાજે કે પેટની દાઝે : લાચાર પરિસ્થિતિ હોવી
- લીલા વનના સુડા ઘણા : લાભ દેખાય ત્યાં ઘણા આવે
- લુચ્ચાની પાંચશેરી ભારે : કપટ કરનાર વ્યક્તિ ઘણી વાર જીતી જાય છે
- લેવા ગયો બકરીને ખોળ આવ્યો ઊંટ : થોડું સુખ લેવા જતા મોટું દુઃખ આવ્યું
- વખાણી ખીચડી દાંતે વળગે : ખુબ વખાણીએ એજ ખરાબ નીકળે
- વગ કરે પગ : લાગવગથી કામ પાર પાડી શકાય
- વિદ્યાહીન નર તે પશુ : ભણેલો હોય તે જ માણસ ગણાય
- વેળા વેળાની છાંયડી : મનુષ્ય કરતા સમય વધુ બળવાન છે
- વાંસના કજિયા વન બાળે : નાની વસ્તુને ધ્યાનમાં લઈને તેનું મોટું રૂપ આપવું
- વાવે કલજીને લણે લવજી : મહેનત પહેલો કરે અને ફળ બીજો લઇ જાય
- વાડ વિના વેલો ના ચડે : ઊંચું સ્થાન મેળવવા માટે કોઈ મોટી વ્યક્તિની ઓથ લેવી પડે
- વાતનું વતેસર કરવું : નાની વાતને મોટું સ્વરૂપ આપવું
- વિનાશકાળે વિપરીત બુદ્ધિ : વિનાશ થવાનો હોય ત્યારે બુદ્ધિથી અવળું સુજે
- વાવે
- સંગ તેવો રંગ : જેવી સોબત તેવી અસર પડે
- સંપ ત્યાં જમ્પ : સંપથી શાંતિ અને સુખ મળે
- સાચને નહિ આંચ : સત્યનો સદા જાય થાય
- સો દહાડા સાસુના એક દઝાડો વહુનો : ત્રાસનો બદલો લેવાનો સમય એક વખત મળે જ છે
- સુથારનું મન બાવળિયે : સ્વાર્થમાં નજર હોવી
- સેવા કરે તો મેવા મળે : બીજાનું ભલું કરશો તો તમારું અવશ્ય સારું થશે
- સુરત સોનાની મુરત : સુરત શહેર સમૃદ્ધ છે
- સુડી વચ્ચે સોપારી : ધર્મસંકટ માં હોવું
- સોનાની થાળી ને લોઢાની મેખ : અનેક સદ્ગુણો એક અવગુણથી ઝાંખા પડે
- સાંકડા કપાળમાં સોળ ભમરા : ગરીબનું નસીબ ગરીબ
- સો મરજો પણ સોના પાલનહાર ન મરજો : ગરીબની સેવા કરનાર લાંબુ જીવજો
- સઈની સાંજને મોચીનું વહાણું : ખોટા વાયદા કરવા
- સહિયારી સાસુને ઉકરડે મોંકાણ : જે સહિયારું છે તેની દેખભાળ કોઈ રાખતું નથી
- સ્વાર્થ આગળ પરમાર્થ આંધળો : પોતાનો જ્યાં સ્વાર્થ દેખાય ત્યાં પરમાર્થને સ્થાન રહેતું નથી
- શેરડીનો સાંઠો પૂંછડા લગી ગળ્યો ન હોય : બધા માણસ સર્વગુણ સંપન્ન નથી
- હાથના કાર્ય હૈયે વાગે : જેવું કાર્ય કર્યું હોય તેવા ફળ મળે
- હીરાની પરખ ઝવેરી જ જાણે : ગુણની કદર ગુણવાન જ કરી શકે
- હશે તેનું ઘર વસે : આનંદ માં રહેવાથી સુખ સમૃદ્ધિ વધે છે
- હવેલી લેતા ગુજરાત ખોઈ : વગર વિચાર્યું પગલું ભરવાથી પરિણામ સારું આવતું નથી
- હોઠ સજા તો ઉત્તર જાજા : વાણી શક્તિથી પણ ગમે તેનો ઉપાય થાય
- હૈયે તેવું હોઠે : જેવા વિચાર હોય તેવા વાણીમાં ઉતાર્યા વિના રહે નહિ
- હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા : પસ્તાવાનું થાય તેના કરતા વગર કહ્યે કામ કરી નાખવું સારું
Mast che
ReplyDeleteMati na dev ne kapasiyani ankho
ReplyDelete