અલંકાર
અલંકાર એટલે એક પ્રકારે ભાષાનું ઘરેણું કહેવાય, અલંકારનો ઉપયોગ ભાષામાં વાણીની શોભા વધારવા માટે થાય છે. અલંકારથી ભાષાની અભિવ્યક્તિ મનોહર અને સરસ બને છે.અર્થના આધારે અલન્કાર બે પ્રકારના હોય છે.
- શબ્દાલંકાર
- અર્થાલંકાર
1. શબ્દાલંકાર
વ્યાખ્યા : જે અલંકારમાં શબ્દો કે વર્ણો દ્વારા વાક્યમાં ચમત્કૃતિ સાધવામાં આવતી હોય ત્યારે શબ્દાલંકાર કહે છે.શબ્દાલંકારના પ્રકારો
- વર્ણાનુપ્રાસ
- શબ્દાનુપ્રાસ
- યમક
- પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ
- પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ
વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ અલંકાર
વ્યાખ્યા: જયારે એકનો એક વર્ણ પંક્તિ કે કથનમાં પુનરાવર્તન પામે અથવા એકનો એક વર્ણ બે વધારે વખત આવે અને તેના લીધે ભાષામાં કે વાણીમાં સૌંદર્ય પ્રગટે ત્યારે વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ અલંકાર બને છે.ઉદાહરણો :
કામિની કોકિલા કેલી કૂજન કરે.
મુખ માર્કવે માવલડી
પાણી માટે પરેશભાઈ પાણીયારા પાસે ગયા
પરમાર્થી પરાક્રમી ઘણો, પર મુલકમાં પરવરે
માથે મેવાડી મોલીયા બિરાજે, ખંભે ખંતીલા ખેસ
મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ
શબ્દાનુપ્રાસ અલંકાર
વ્યાખ્યા: જયારે વાક્યમાં કે કાવ્યપંક્તિમાં આવેલા શબ્દોનો ઉચ્ચાર સમાન હોય તેને શબ્દાનુપ્રાસ અલંકાર કહે છે.ઉદાહરણો:
- હવે રંગ, બની તંગ, મચાવી જંગ, પિયોજી ભંગ !
- આ છે શા તુજ હાલ સુરત સોનાની મુરત
- કરે ગાન-તાન-પાન પત્ર લોલ.
- માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદરાયની માયા કરો.
યમક અલંકાર
વ્યાખ્યા: જયારે એકનો એક અક્ષરસમૂહ વાક્યમાં બીજી વખત આવતો હોય અને બંને ઠેકાણે એના જુદા-જુદા અર્થ થતા હોય ત્યારે તેને યમક અલંકાર કહે છે.ઉદાહરણો :
- જવાની તો જવાની છે.
- નોકરી તો નો કરી જેવી છે.
- સુરતી તારી રડતી સુરત
- તપેલી તો તપેલી છે.
પ્રાસસાંકળી કે આંતરપ્રાસ અલંકાર
વ્યાખ્યા: જયારે પહેલા ચરણ ના છેલ્લા શબ્દ અને બીજા ચરણ ના પ્રથમ શબ્દ વચ્ચે પ્રાસ રચાય ત્યારે પ્રાસસાંકળી અલંકાર બને છે.ઉદાહરણો:
- વિદ્યા ભાણિયો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો:
- જાણી લે જગદીશ, શીશ સદગુરુને નામી
- ઘેર પધાર્યા હરિજસ ગાતા, વાત તાલને શંખ મૃદંગ
પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ અલંકાર
વ્યાખ્યા: જયારે બે ચરણ કે પંક્તિઓના અંતે એકસરખા ઉચ્ચારવાળા શબ્દો આવે ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે.ઉદાહરણો:
- દેહ પર તીણા ઉઝરડા નહોરના, થીજી રહ્યા છે આજ ઠંડી પહોરના
- સમીસાંજનૉ ઢોલ ઢબૂકતો જાણ ઉઘલતી મ્હાલે
- ભોજનમાં તે ભળે, મનુષ્યને લાગે તે મીઠું
- પહેલા જાગ્યું આભલું ને પછીથી જાગી ભોમ.
गहराई
ReplyDelete